રેલવેની રામાયણ એક્સપ્રેસ : સાવ સસ્તામાં 16 દિવસનો અફલાતુન પ્રવાસ, વિગતો જાણવા કરો ક્લિક...

રામાયણ એક્સપ્રેસને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે

રેલવેની રામાયણ એક્સપ્રેસ : સાવ સસ્તામાં 16 દિવસનો અફલાતુન પ્રવાસ, વિગતો જાણવા કરો ક્લિક...

નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railway) નવેમ્બરથી શરૂ થઈ રહેલી રામાયણ એક્સપ્રેસ માટે બહુ ઉત્સાહિત છે. આ ખાસ ટુરિસ્ટ ટ્રેન રેલવે માટે ભારે ફાયદાકારક સાબિત થઈ છે. પહેલી રામાયણ એક્સપ્રેસ 14 નવેમ્બરથી દિલ્હીના સફરદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ થઈ જશે અને અયોધ્યા સુધી પ્રવાસ કરશે. અહીંથી અલગ-અલગ જગ્યાએ પ્રવાસ કરાવીને અંતે રામેશ્વર સુધી પહોંચશે. 14 નવેમ્બરથી શરૂ થનારી ટ્રેનને મળેલા જબરદસ્ત રિસ્પોન્સને જોઈને રેલવે દ્વારા આવી બીજી ત્રણ ટ્રેન શરૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 

આ રેલગાડી દેશના અલગઅલગ વિસ્તારમાંથી પસાર થઈને રામાયણ સાથે જોડાયેલા તીર્થ સ્થળો પર પ્રવાસ કરાવશે. રેલવેના સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ટ્રેનોમાં સામાન્ય રીતે 50થી 60 ટકા સીટો જ ભરાય છે પણ રામાયણ એક્સપ્રેસની જાહેરાતના 15 દિવસની અંદર જ ટ્રેનની તમામ સીટો બુક થઈ ગઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીને રેલવે રાજકોટ, જયપુર અને મદુરાઈથી ત્રણ ટ્રેનો શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ તમામ ટ્રેનો અયોધ્ય જશે. 

આ ટ્રેન રામાયણ સાથે જોડાયેલા સ્થળો હનુમાન ગઢી, રામકોટ અને કનકભવન મંદિરમાં દર્શન કરાવશે. આ સિવાય ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગરાજ, શ્રીંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હંપી અને રામેશ્વર પણ જશે. જયપુરથી રામાયણ સર્કિટ એક્સપ્રેસ 22 નવેમ્બરથી અને ગુજરાતના રાજકોટથી 7 ડિસેમ્બરે રવાના થશે. આ ત્રણેય ટ્રેનોમાં પ્રવાસીઓ માટે સ્લિપર કોચ લગાવાશે. આ એક ટ્રેનમાં 800 પ્રવાસીઓ માટે વ્યવસ્થા છે. 

આ સિવાય શ્રીલંકા જવા માટે ઇચ્છુક પ્રવાસીઓને ફ્લાઇટમાં મોકલવામાં આવશે. યાત્રા દરમિયાન પ્રવાસીઓના ખાવાપીવાની, રહેવાની અને ફેરવવાની જવાબદારી રેલવેની રહેશે. 14 નવેમ્બરથી શરૂ થનારી ટ્રેનમાં વ્યક્તિગત ભાડું 15,120 રૂ. છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે 16 દિવસના પેકેજમાં શ્રીરામ સાથે જોડાયેલા ભારત અને શ્રીલંકાના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરાવવામાંઆશે. શ્રીલંકાના ટુર પેકેજમાં પ્રવાસીઓેને કેન્ડી, નુવારા,એલિયા, કોલંબો તેમજ નેગોંબામાં રામાયણસાથે જોડાયેલા સ્થળોના દર્શન કરાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news